Site icon Revoi.in

સુપ્રિમ કોર્ટનો બેંકને આદેશઃપેમેન્ટ ડેટા સ્ટોરેજ પર વ્હોટ્સએપ 6 અઠવાડીયામાં જવાબ આપે

Social Share

ફેસબુકની માલિકિની કંપની વ્હોટ્સએપે થોડા જ દિવસો પહેલા કહ્યું હતુ કે વર્ષના અંત સુધી ભારતમાં વ્હોટ્સએપ પેમેન્ટ સેવા લોંચ કરવામાં આવશે,ત્યારે આ જ સમયગાળા દરમિયાન સુપ્રિમ કોર્ટે રિઝર્વ બેંકને સુચના આપી છે કે તે જણાવે કે વ્હોટ્સએપે પેમેન્ટ સર્વિસના ડેટા ભારતમાં સ્ટોર કરવા માટે નિયમોનું પાલન કર્યું છે કે નહી, આ માહિતી આપવા માટે કોર્ટે બેંકને છ અઠવાડીયાનો સમય માંગ્યો છે.

વ્હોટ્એપ છેલ્લા એક વર્ષમાં ભારતમાં યૂપીઆઈ પેમેન્ટની ટેસ્ટીંગ કરી રહી છે. વ્હોટ્સએપ માટે ભારત ખુબ મોટુ માર્કેટ છે કારણ કે ભારતમાં 40 કરોડ યૂઝર્સ છે પરંતુ પેમેન્ટ ડેટાને ભારતમાં પણ સ્ટોર કરવા માટે ઝપાઝપી ચાલી રહી છે અને તે માટે વ્હોટ્સએપની પેમેન્ટ લોંચિંગમાં વાર થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દરેક વિદેશી કંપનીઓ પાસેથી પેમેન્ટ સંબધીત માહિતીને ભારતમાં સ્ટોર કરવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વ્હોટ્સએપના આક્ષેપોમાં કહેવામાં આવ્યું હતું કે, વોટ્સએપની પેમેન્ટ સર્વિસીસમાં ડેટાના સ્થાનિકી કરણના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અરજીની સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયાની અંદર પરિસ્થિતિ સ્પષ્ટ કરવાના આદેશ આપ્યા છે, જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને વોટ્સએપએ આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

તમેન જણાવી દઈએ કે ગયા મહિને વ્હોટ્સએપના ગ્લોબલ હેડ વિલ કેથકાર્ટે કહ્યું હતું કે આ વર્ષે ભારતમાં વ્હોટસ્પેની પેમેન્ટ સેવા શરૂ થશે. ભારતની મુલાકાતે આવેલા કેથકાર્ટે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે કંપની મેસેજ માકલવામાં જેટલી  સરળ છે તેટલીજ નાણાં ટ્રાન્સફર કરવામાં સરળ છે, જોકે કેથકાર્ટે વોટ્સએપની પેમેન્ટ સર્વિસની લોન્ચિંગ તારીખ વિશે કોઈ માહિતી આપી નથી,માટે ભારતમાં વ્હોટ્સએપ પેમેન્ટ સેવા ક્યારે શરુ થાય તે આવનારો સમયજ બતાવશે.