નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મુજબ, એક પુરુષ સ્કૂલ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિનીને ફૂલ આપવું અને તેનો અન્યોની સમામે સ્વીકાર કરવા પર દબાણ કરવું યૌન અપરાધોથી બાળકોની સુરક્ષા માટેના પોક્સો અદનિયમ હેઠળ યૌન ઉત્પીડન માનવામાં આવશે. જો કે કોર્ટે આરોપી શિક્ષકની પ્રતિષ્ટા પર સંભવિત પ્રભાવને ઓળખતા પુરાવાઓની કડક ચકાસણીની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો.
સુપ્રીમ કોર્ટે શિક્ષકની વિરુદ્ધ વ્યક્તિગત ફરિયાદોનો સામનો કરવા માટે સગીરાને મ્હોરા તરીકે ઉપયોગ કરવાની સંભાવના પર પણ ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ કે. વી. વિશ્વનાથન અને જસ્ટિસ સંદીપ મહેતા સાથે જસ્ટીસ દીપાંકર દત્તા દ્વારા લેખિત ચુકાદામાં કોર્ટે તમિલનાડુ ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ચુકાદાને પલટયો હતો. હાઈકોર્ટે ચુકાદામાં શિક્ષકને ત્રણ વર્ષની સજા આપી હતી. કોઈ શિક્ષકને બદનામ કરવા માટે કોઈ સગીરાને મ્હોરા તરીકે વાપરવાની મંજૂરી હોવી જોઈએ નહીં. એક શિક્ષકની ભૂમિકા સમાજમાં યુવતીઓને સુરક્ષિત રાખવાની છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે અમે વરિષ્ઠ વકીલની દલીલોથી સંપૂર્ણપણે સંમત છીએ કે કોઈપણ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિની કે જે સગીરા પણ છે, તેના યૌન ઉત્પીડનનું કૃત્ય ગંભીર પ્રકૃતિના અપરાધોની યાદીમાં ઘણું ઉપર આવશે, કારણ કે તેના દૂરગામી પરિણામ હશે. ખંડપીઠે યૌન દુર્વ્યવહારના આરોપો સાથે સંલગ્ન મામલામાં સંતુલિત નિર્ણયની જરૂરિયાત પર ભાર મૂકતા આરોપી શિક્ષકને બરી કર્યો, કારણ કે શિક્ષક અને વિદ્યાર્થિનીના સગાઓ વચ્ચે પહેલા પણ વિવાદ ચાલી રહ્યો હતો. આ શિક્ષકની પ્રતિષ્ઠા દાવ પર હતી.