- નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય
- કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો
દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકારતી 58 જેટલી અરજીઓ પર આજે સુનાવણી કરી આ મહત્વનો ચૂકાદો આપ્યો છે.
. સરકારના પગલાને યોગ્ય ઠેરવતા કોર્ટે નોટબંધી સામે દાખલ કરાયેલી તમામ અરજીઓને ફગાવી દીધી છે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું છે કે નિર્ણયને ઉલટાવી શકાય નહીં કારણ કે તે કારોબારીની આર્થિક નીતિ છે.
આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. આ પ્રકારનું પગલું લાવવા માટે બંને વચ્ચે સંકલન હતું. કોર્ટે કહ્યું છે કે નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ખલેલ પડી નથી. નોટબંધી લાવવા માટે આરબીઆઈ પાસે કોઈ સ્વતંત્ર સત્તા નથી અને કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચેની પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અગાઉ, 7 ડિસેમ્બરે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ને 2016 ના ચુકાદાથી સંબંધિત તમામ રેકોર્ડ તેમને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામસુબ્રમણ્યમ અને બી વી નાગરત્નનો પણ સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ 2016માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારે હવે સુપ્રિમકોર્ટે પણ આ નિર્ણયને સાચો ગણાવ્યો છે.