Site icon Revoi.in

નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય કે નહીં, સુપ્રીમ કોર્ટ 15 માર્ચે કરશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા પર સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મામલા પર સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચમાં ખાલી પડેલી ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠક યોજાવાની છે.

સુપ્રીમ કોર્ટે આને લઈને સોમવારે એક અરજી દાખલ કરી છે. તેમાં સમયની માગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર નવા કાયદા ચૂંટણી કમિશનર (સેવાની શરતો અને વ્યવસાયનું સંચાલન) અધિનિયમ, 2023 હેઠળ ચૂંટણી કમિશનરની નિયુક્તિ થવા દે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલામાં તાત્કાલિક સુનાવણી માટે તેને યાદીબદ્ધ કરીને વિચારવાની વાત કહી છે.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા જયા ઠાકુર તરફથી આ અરજી અરુણ ગોયલના ચૂંટણી કમિશનર પદેથી અચાનક રાજીનામા બાદ કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં હાલ કમિશનરોના ત્રણમાંથી બે પદો ખાલી છે. માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારજ ચૂંટણી પંચના એક માત્ર સદસ્ય રહ્યા છે. આના પહેલા અનૂપ પાંડે ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનર પદેથી રિટાયર થયા.

જયા ઠાકુરે પોતાની અરજીમાં કહ્યુ કે ચૂંટણી કમિશનરોની નિયુક્તિને લઈને સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પેન્ડિંગ છે. આના પર 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ તરફથી નોટિસ જાહેર કરવામાં આવી હતી. તે દરમિયાન ચૂંટણી પંચના એક સદસ્ય અરુણ ગોયલે રાજીનામું આપ્યું. અરજદારે કહ્યુ છે કે લોકસભા ચૂંટણીનું થોડા દિવસોમાં એલાન થવાની શક્યતા છે. માટે ચૂંટણી કમિશનરોની ભરતી પણ તાત્કાલિક કરવાની જરૂરત છે. તેને લઈને સુપ્રીમ કોર્ટની નિયુક્તિને લઈને સ્પષ્ટ દિશાનિર્દેશ જાહેર કરવાની જરૂરત છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) કાયદાને લઈને શુક્રવારે એક સરકારી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) વિધેયક, 2023માં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટે રાષ્ટ્રપતિની ભલામણો માટે વડાપ્રધાન,વિપક્ષના નેતા અને એક કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં એક પસંદગી સમિતિની જોગવાઈ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અથવા કમિશનરના વેતન સંબંધિત ખંડ-10માં સંશોધન કરાયું છે. કમિશનરોને હજી સુપ્રીમ કોર્ટના જજો જેટલું વેતન મળે છે. પરંતુ નવા કાયદા હેઠળ તેમાં કમિશનરોનું વેતન કેબિનેટ સચિવ બરાબર કરી દેવામાં આવ્યું છે. કેબિનેટ સચિવનું વેતન જજો સમાન છે. પરંતુ ભથ્થા અને અન્ય સુવિધાઓમાં ખાસું અંતર છે. સેવા શરતો સાથે જોડાયેલા ખંડ-15માં સંશોધન સાથે ખંડ-15(એ)ને સામેલ કરવામાં આવ્યો છે. જે ચૂંટણી કમિશનરોના કાયદાકીય સંરક્ષણ સાથે જોડાયેલો છે. ખંડ-15માં કમિશનરોની યાત્રા, ભથ્થાં, ચિકિત્સા, એલટીસી અને અન્ય સુવિધાઓનો ઉલ્લેખ છે. જ્યારે 15-એમાં  કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનર જે નિર્ણય કરશે, તેની વિરુદ્ધ એફઆઈઆર નહીં થઈ શકે અને ન તો નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાશે.

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ સંબંધિત ખંડમાં સંશોધન કરવામાં આવ્યું છે. તેમાં કમિશનરોની સર્ચ પેનલનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે. સંશોધન બાદ હવે કમિશનરની નિયુક્તિથી પહેા દેશના કાયદા મંત્રી અને ભારત સરકારના સચિવ સ્તરના બે અધિકારીઓ મળીને પાંચ વ્યક્તિઓની પેનલ તૈયાર કરાશે. આ પેનલથી આગળ કમિશનર નિયુક્ત થશે. ખંડ-11માં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા નિર્ધારીત કરાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સુપ્રીમ કોર્ટના જજોની પ્રક્રિયાથી જ હટાવી શકાશે. જ્યારે ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર હટાવી શકાશે.