દિલ્હીઃ ભારત તથા દેશની સરકાર અનેક લોકોને દરેક જગ્યાએ તક આપવાનું ક્યારેય ભૂલતી નથઈ ત્યારે હવે દિવ્યાંગોને પણ સુપ્રિમ કોર્ટના પરિસરમાં કાફે ખોલવાની તક અપાઈ છએ સુપ્રિમ કોર્ટના પરિસરમાં દિવ્યાંગો દ્રારા સંચાલિત કાફેનું આજરોજ સીજેઆઈ દ્રાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જો કે મહત્વની વાત એ છે કે આ દેશનું પ્રથમ કાફે છે કે જે સુપ્રિમ કોર્ટમાં દિવ્યાંગો દ્રારા ચલાવાશે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન CJIએ દરેકને કાફેમાં આવવા અને પહેલને સમર્થન આપવા વિનંતી કરી.પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શુક્રવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આજે અન્ય ન્યાયાધીશો સાથે ભારતની સર્વોચ્ચ અદાલતના પરિસરમાં આ કાફેનું ઉદ્ઘાટન કર્યું છે જેનું નામ ‘મિટ્ટી કાફે’ રાખવામાં આવ્યું છે.Mitti Café એક NGO દ્વારા ચલાવવામાં આવે છે જે ખાસ જરૂરિયાતો ધરાવતા લોકો સાથે કામ કરે છે. બિન-લાભકારી સંસ્થા તેમને રોજગારીની તકો પૂરી પાડે છે.
આ નવનિર્મિત કાફે સંપૂર્ણપણે વિકલાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કાફેનો મેનેજર દૃષ્ટિહીન છે અને તેમને મગજ લકવાગ્રસ્તની સમસ્યા છે. આ પ્રસંગે નાના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગોએ ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે સાંકેતિક ભાષામાં રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું.
જો સમ્ગ્ર દેશ વિશે વાત કરીએ તો બેંગલુરુ એરપોર્ટ અને વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસો સહિત સમગ્ર ભારતમાં પહેલેથી જ 35 કાફે ચાલી રહ્યાં છે. એનજીઓએ 2017 માં તેનું કાર્ય શરૂ કર્યું અને ખાસ વિકલાંગ લોકો માટે નોકરીની તકો ઊભી કરી.ત્યારે હવે સુપ્રિમ કોર્ટમાં આ પ્રકારનું કાફે ખોલવું તે એક નવી પહેલ ગણાઈ રહી છે.અત્યાર સુઘી એરપોર્ટ કે રેલ્વે સ્ટચેશનો પર આ પ્રકારના કાફે જોવા મળતા હતા જો કે હવે વિકલાંગો દ્રારા સંચાલિત કાફએ સુપ્રિમ કોર્ટમાં જોવા મળશે.