દિલ્હી- સમલૈગિંગ લગ્નને લઈને યાજરોજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણ ીચાલી હતી ત્યારે હવે સુપ્રિમ કોર્ટનો આ મામલે નિર્ણય જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે ભારતમાં સમલૈલિંગ લગ્નને મંજૂરી આપવામાં આવી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 3-2 બહુમતીથી નિર્ણય લેતા કહ્યું કે આવી પરવાનગી માત્ર કાયદા દ્વારા જ આપી શકાય છે અને કોર્ટ કાયદાકીય બાબતોમાં દખલ કરી શકે નહીં. નોંધનીય છે કે કોર્ટે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આજરોદજ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપી શકાય નહીં. આ વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે અને કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં.આ સહીત સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપતાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “લગ્ન કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી.” મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો.
બીજી તરફ આ નિર્ણય મામલે CJIએ કહ્યું કે સામાજિક સંસ્થા તરીકે લગ્નનું નિયમન કરવામાં રાજ્યનું કાયદેસરનું હિત છે અને કોર્ટ કાયદાકીય ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે નહીં અને કાયદા દ્વારા સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો નિર્દેશ આપી શકે નહીં.
આ સાથે જ જસ્ટિસ કૌલે પણ કહ્યું- ના બીજી તરફ જસ્ટિસ સંજય કિશન કૌલ પણ CJIના નિર્ણય સાથે સહમત છે. તેમણે કહ્યું કે કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર ન કરી શકે, આ સરકારનું કામ છે. ગે સમુદાયની સુરક્ષા માટે યોગ્ય માળખું લાવવાની જરૂર છે. ગે સમુદાય સાથે ભેદભાવ રોકવા માટે સરકારે સકારાત્મક પગલાં લેવા જોઈએ. સમલૈંગિકો સામેના ભેદભાવ અંગે પણ અલગ કાયદો બનાવવાની જરૂર છે.