નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી માતાની પછેડીને મળ્યો છે. જ્યારે કલાશ્રી એવોર્ડ મહેજબીન પટેલને ટ્રેડિશનલ મોતિકામ માટે એનાયત થયો છે.
કલા અને સંસ્કૃતિના અજોડ મહાકુંભ આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ હસ્તકલા મેળાનું 18 ફેબ્રુઆરીના રોજ સમાપન થયું હતું. 18 ફેબ્રુઆરીએ હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે મેળાનું સમાપન કર્યું હતું. આ દરમિયાન હાથ કારીગરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મેળાની મુલાકાત લેવા આવેલા પ્રવાસીઓ અને મેળામાં સ્ટોલ લગાવવામાં આવેલા.
ફરીદાબાદમાં આયોજિત 37મો આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળો વિધિવત રીતે સંપન્ન થયો હતો. દર વર્ષે યોજાતા આ આંતરરાષ્ટ્રીય હેન્ડીક્રાફ્ટ સૂરજકુંડ મેળામાં લાખો પ્રવાસીઓ અને હસ્તકલા કલાકારો ભાગ લે છે. આ દેશનો એવો મેળો છે જેમાં દરેક વર્ગ અને દરેક દેશના લોકો ભાગ લે છે. આ વર્ષે 2 ફેબ્રુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. 16 દિવસના આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળામાં અનેક રંગો જોવા મળ્યા હતા. આ મેળામાં અનેક કલાકારોનો સંગમ જોવા મળ્યો હતો.