1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

0
Social Share

અમદાવાદઃ સુરત જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં 8 ઈચ, મહુવા તાલુકામાં 12 ઈચ પલસાણા તાલુકામાં 6 ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે 45 જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના 17, મહુવાના 13 અને માંડવી તાલુકાના છ રસ્તાઓ બંધ કરાયા છે. જરૂર જણાય ત્યાં હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકો અવરજવર તરીકે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

મહુવા તાલુકાના 13 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંકથી સાંબા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ,આંગલધરા પારસી ફળિયા રોડ,નળધરા સરકાર ફળીયા ટુ બેઝીયા ફળીયા રોડ, ફરવણ કોધાર ફળીયા રોડ,વહેવલ ખુંટી ફળીયા રોડ,મહુવરીયા પટેલ ફળીયા ટુ લીમડી ફળીયા ટુ કાકરીમોર કોલોની રોડ,મહુવરીયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળીયા રોડ, મહુવા ઓંડચ આમચક્ર કવિઠા નિહાલી રોડના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

બારડોલી તાલુકા ભારે વરસાદના કારણે 17 રસ્તાઓ બંધ કરાયાઃ બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ,વાંકાનેર પારડી વાલોડ રોડ,બાલદા જુવવાણી રોડ,જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ(પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત,નસુરા મસાડ વગા રોડ,ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ,વડોલી અંચેલી રોડ,સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્માશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વય્વસ્થા તરીકે નાગરિકો નજીકના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

પલસાણા તાલુકાના નવ રસ્તાઓ બંધ કરાયાઃ સુરતના પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ,તુંડી દસ્તાન રોડ,એના વીન્ઝોલીયા રોડ,તુંડી દસ્તાન રોડ, ઓલ્ડ બી.એ રોડ પાર્સીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ,અંભેટી વાધેચ રોડ, મલેકપુર સીસોદરા રોડ,મખિંગા જોઇન્ટ ટુ NH રોડ બંધ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકામાં છ રસ્તાઓ ઓવર ટોપીંગના કારણે વિરપોર ઘલા રોડ,કાકરાપાર એપ્રોચ રોડ,માંડવી મોરીઠા કાલીબેલ રેગામાં રોડ,દેવગઢ અંધારવાડી લીબ્ધા રોડ,દેવગઢ કોલખડી રોડ,દેવગઢ લુહારવડ રોડ બંધ કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code