સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ
- રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો
- 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ
- પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી 90 ટકા ફરિયાદોનો નિરાલ કરીને રસ્તાઓનું સમાર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ખરાબ માર્ગોના રીપેરીંગ માટે ઓનલાઇન ફરિયાદ માટે નંબર પણ જાહેર કર્યો હતો. તંત્રને નંબર બહાર પડતાની સાથે જ અસંખ્ય ફરિયાદો મળી હતી. સમગ્ર રાજ્યમાંથી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાને 1436 ફરિયાદો મળી હતી. જે પૈકી 1186 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે હવે માટે 250 જેટલી જ ફરિયાદો પેન્ડીંગ છે. આ ફરિયાદોનો પણ ઝડપથી નિકાલ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે શહેરમાં 70.35 કિલોમીટર સુધીના રસ્તાનું ધોવાણ થયું છે જેમાં ઘણા મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો આવી જાય છે. આ રસ્તાઓમાંથી 64.85 કિમીનું મરમ્મ્ત કામ પૂર્ણ થયું છે. આ 92 ટકા રસ્તાના રીપેરીંગ માટે કુલ 5.27 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જયારે બાકીના 5.5 કિલોમીટરનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જોકે સમયાંતરે વરસેલા વરસાદના કારણે પેચ વર્ક કરવામાં મુશ્કેલી પડી હતી. શહેરના તમામેં તમામ સાત ઝોનમાં 11 ડામર પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે. જેથી માર્ગોના રિપેરીંગનું કામ ઝડપી પૂર્ણ થાય.