Site icon Revoi.in

સુરતઃ કડોદરા વિસ્તારમાં વહેલી સવારે GIDCની એક પેકેજિંગ કંપનીમાં આગની ઘટના, બે કામદારોના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત 

Social Share

 

સુરતઃ- તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ અવારનવાર બનેલી જોઈ શકાય છે, હાલ થોડા દિવસ અગાઉ જ વેરાવળની એક હોટલમાં આગની ઘટના બની હતી જેમાં બે લોકો હોમાયા હતા ત્યારે ફરી આજે વહેલી સવારે સુરત પાસે આવેલો કડોદરા ગામની જીઆઈડીસીની એક પેકેજિંગ કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે કદોદરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં પેકેજિંગ કરતી એક પાંચ માળની કંપનીમાં આજરોજ સોમવારે મળસ્કે આશરે 4 વાગ્યેને 30 મિનિટે આગલાગવાની ઘટના બની હતી, જોતજાતામા  આ આગે ભયાનક સ્વરુપ ઘારણ કર્યું હતું,  આગથી બચવા માટે અફરાતફરીનો માગોલ સર્જાયો હતો, જો કે આ આગ એટલી ભયાનક હતી કે તેમાં બે વ્યક્તિના મોત થયા હોવાના એહવાલ મળી રહ્યા છે.

આજે સવારે 4 30 વાગ્યે આસપાસ ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ મળી હતી ત્યાર બાદ તાત્કાલિક ફાયર જવાનો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ઘરીને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો હાથ ઘર્યા હતા આ સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવા પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી

મળતી માહિતી પ્રમાણે આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતા, આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢ્યાહતા જો કે ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કારણ કે તે વ્યક્તિ પોતાના જીવને બચાવવા ઉપરથી કુદકો માર્યો હતો જ્યા તેનું મોત નિપજ્યું હતું આ સાથે જ અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે.

આ સાથે જ ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી મળી રહી છે, જેઓને 108ની મદદથી સુરતની સ્વિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, આ ઘટનામાં સ્થાનિક લોકોએ પણ ઘણી મનદદ કરી હતી, આ સાથે જ કેટલાક સ્થળોથી 108ના કર્મઈો ઘટના સ્થળે પહોંચીને લોકોને સારવાર અર્થે લઈ જતા જોવા મળ્યા હતા, આ ઘટનામાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.