સુરતઃ 146 હોસ્પિટલો અને 266 દુકાનો સામે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે કાર્યવાહી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે મનપાએ અભિયાન શરૂ કરી છે. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ ના હોય તેવી હોસ્પિટલો અને દુકાનો-ઓફિસો સામે લાલઆંખ કરી હતી. મનપાએ 146 જેટલી હોસ્પિટલ અને 266 જેટલી દુકનો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પ્રથમ દિવસે મનપાએ મોટા વરાછામાં 170 દુકાનો અને અડાજણમાં 96 દુકાનો સીલ કરી હતી. આ અભિયાન અંતર્ગત 145 હોસ્પિટલો સામે કાર્યવાહી કરાઇ હતી. શહેરમાં કુલ 174 હોસ્પિટલો પરવાનગી વગર જ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. સુરત પાલિકાએ બીયુસી અને ફાયર એનઓસી વગર ધમધમતા કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવા મોટા પાયે ઝુંબેશ હાથ ધરી હતી.
મોટા વરાછા અને અડાજણ ખાતે બે શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરી દીધા હતા. અત્યાર સુધીમાં 145 હોસ્પિટલને આંશિક સીલ કરાઈ છે. બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતી હોસ્પિટલો વિરુદ્ધ સીલિંગ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 115 હોસ્પિટલને આંશિક સીલ મારવામા આવ્યા હતા. આજરોજ 30 હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોય તે ભાગ છોડીને બાકીના ભાગને સીલ મારવામાં આવ્યા હતાં.