- બે મહિના પહેલા પકડાયું હતું ડ્રગ્સ
- મુંબઈથી લવાયો હતો ડ્રગ્સનો જથ્થો
- પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા શરૂ કરી કવાયત
અમદાવાદઃ સુરતમાં લગભગ બે મહિના પગેલા પોલીસે રૂ. 19 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ખાલિદ અબ્દુલ રશીદ શેખ નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન સુરતના રાંદેર ટાઉનના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ છે.
તેમની પાસેથી 196.2 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ તેમની પાસેથી રૂ. 2.49 લાખની રોકડ, મોબાઈલ ફોન અને કાર મળીને રૂ. 28.49 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.
ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતે એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેને સુરતમાં લાવીને વેચાણ કરવાના હોવાની કબુલાત કરી હતી.
આ કેસમાં ખાલિદ શેખની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે તેની શોધખોળ આરંભી હતી. દરમિયાન તેને એસઓજીએ તેને રાંદેર ટાઉનના બસ સ્ટોપ પરથી પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી. આ નેટવર્કમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું એસઓજી માની રહી છે. જેથી પોલીસે તેમને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
(Photo-File)