સુરતઃ કોરોનાના કેસમાં વધારો થયા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને કરાઈ તાકીદ
- કોરોના ટેસ્ટીંગમાં કરાયો વધારો
- મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટની કરાઈ ખરીદી
- હોસ્પિટલમાં દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કલેકટર દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીઓને જરૂરી તાકીદ કરવામાં આવી છે. તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના સુધી ચાલી રહે એ પ્રમાણેનો સ્ટોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પરપ્રાંતિય શ્રમિકોના વસવાટની આસપાસ આઇસોલેશન સેન્ટર ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સરેરાશમાં 18 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. સુરતમાં કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર-જિલ્લામાં ટેસ્ટીંગ વધારીને દરરોજ 30 હજાર સુધી લઈ જવાનો નિર્ણય લેવાયો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા 10 લાખ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 2.5 લાખ કીટની ખરીદી કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના સુધી ચાલી રહે એ પ્રમાણેનો સ્ટોક કરવા જણાવ્યું છે.