1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત : નવજાત બાળકીના 5 અંગોના દાનથી 4 જીવનદીપ રોશન
સુરત : નવજાત બાળકીના 5 અંગોના દાનથી 4 જીવનદીપ રોશન

સુરત : નવજાત બાળકીના 5 અંગોના દાનથી 4 જીવનદીપ રોશન

0
Social Share

સુરતઃ મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામના વતની મનીષાબેન મયુરભાઈ ઠુંમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ  સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. લીવરથી 14 મહિનાના સુરતના બાળક અને બંને કિડની અમદાવાદના 10 વર્ષીય બાળકને કે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે, અને સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું છે.

  • તા. 27 ઓગસ્ટના રોજ બાળકીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી

ગત તા. 23 મીના રાત્રે 8 કલાકે મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો, ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયાએ તેની સારવાર શરુ કરી હતી. સઘન સારવાર બાદ તા. 27 ઓગસ્ટના રોજ બાળકીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ “એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે” ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન  ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. 

  • ટ્રસ્ટ દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો

ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે. એવી સમજણ આપી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી  હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરીને ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. 

  • આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું

ટીમ જીવનદીપએ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ કાર્યાકાર અને ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

  • ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી

તે પછી દેશના વિવિધ શહેરમાં ઓર્ગન સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલથી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરતથી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. અગાઉ ૧૦૦ કલાકના બાળકનું અંગદાન અને ૧૨૦ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું , આજરોજ ભારતદેશમાં નાનીવયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code