Site icon Revoi.in

સુરતઃ જાણીતી હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને દોડાવીને કર્યુ રેગિંગ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેરિંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ છતા અનેકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં સિનિયર દ્વારા જુનિયરના રેગિંગની ઘટના સામે આવે છે. દરમિયાન મેડિકલના વિદ્યાર્થીના રેગિંગનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સુરતની જાણીતી હોસ્પિટલનો હોવાનું જાણવા મળે છે. સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ જુનિયરને દોડાવીને તેનું રેગિંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિનિયર ડોકટરો દ્વારા જુનિયર ડોક્ટરોને દોડાવી રેગિંગ કરાવવામાં ઘટના સામે આવતા હોસ્પિટલ ખાતે મેયર અને ડીનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તપાસમાં કમિટીની રચના કરવામાં આવી છે.  હોસ્પિટલના અલગ અલગ પાંચ વિભાગોના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટરોનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ વિડીયોના આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, કમિટીના મેમ્બર દ્વારા તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.જે બાદ તપાસ રિપોર્ટ હાઈ-ઓથોરિટી ને સોંપવામાં આવશે. રિપોર્ટમાં જે પણ કસૂરવાર જણાશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે. જુનિયર ડોકટરો તરફથી હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી.પરંતુ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણીતી હોસ્પિટલમાં જુનિયર તબીબના રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન રેગિંગની ઘટનાની તપાસ માટે રચાયેલી કમિટીએ કેટલાક તબીબોના નિવેદન પણ લીધા હોવાનું જાણવા મળે છે.