અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના તમામ દેશો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગના પગલે વાતાવરણમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રદુષણને અટકાવવા માટે તમામ દેશો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં પ્રદુષમની સમસ્યાનો પ્રજા સામનો કરી રહી છે. દરમિયાન પ્રદુષણને અટકાવવા માટે સુરત મનપા દ્વારા આગામી 4 વર્ષમાં 487 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હવામાં પ્રદુષણની માત્રા ઘટાડવા શું અને કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેનો રિપોર્ટ કેન્દ્રમાં પણ આપવામાં આવી રહ્યો છે. એર ક્વોલિટી માટે સુરત મહાનગરપાલિકા આવનારા ચાર વર્ષમાં કુલ 487 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. એક વર્ષમાં સુરત મનપા રૂ. 131 કરોડનો ખર્ચ કરાશે. જેમાં પ્રદુષણની માત્રા ઘટાડવાના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.
સુરત મનપા દ્વારા આગામી તારીખ 3 ડિસેમ્બરના રોજ એર ક્વોલિટી મોનીટરીંગ ઉપર ખાસ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સુરતી આઇલેબમાં આ વર્કશોપ યોજવામાં આવશે. જેમાં શહેરમાં પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે શું પગલાં લઇ શકાય એ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ વર્કશોપમાં ટેરી , નેશનલ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્યો પણ હાજર રહેશે. સુરત શહેરમાં ગ્રીન એરિયા કેટલો છે અને આ સ્પેસ વધારવા ભવિષ્યમાં શું આયોજનો છે, એર મોનીટરીંગ સ્ટેશન વધારવામાં આવ્યા છે કે કેમ અને સોલિડ વેસ્ટ બર્નિંગ કરનાર સંસ્થા સામે શું પગલાં લેવાયા સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.