Site icon Revoi.in

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

Social Share

અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા ડિલરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. આઈટીની તપાસમાં કરોડોની કરચોરી સામે સામે આવી હતી દરમિયાન આજે સવારે સુરતમાં બિલ્ડર અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈટીના દરોડોના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. દરોડોની આ કામગીરીમાં 100થી વધારે અધિકારી-કર્મચારીઓ જોડાયાં હોવાનું જાણવા મળે છે.

સુરતમાં આવકવેરા વિભાગની 35થી વધુ ટીમ ત્રાટકી હતી. સુરતમાં બિલ્ડર અને જમીન મકાન ના ધંધાર્થીઓની ઓફીસ અને નિવાસ પર દરોડાની કામગીરી શરૂ કરી છે. દરોડામાં અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ ની ટીમ જોડાઈ હતી. 30 જેટલા સ્થળોએ ઉપર તપાસના અંતે કરોડા રૂપિયાની કરચોરી ઝડપાઇ તેવી સમભાવનાઓ છે. આવકવેરાની ટીમોને ગઇકાલે વડોદરા બોલાવી લેવાય હતી ને રાત્રે 2 વાગ્યે ત્યાંથી નીકળી સુરત પહોંચ્યા બાદ સવારે 7 વાગ્યે સર્ચ એક્શન શરૂ કર્યું છે. આઈટીની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓના પાડવામાં આવેલા દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે.

(Photo-File)