સુરતઃ ભારતીય સેનાની જાસુસી કરતા આઈએસઆઈના જાસુસની ધરપકડ
અમદાવાદઃ ભારતમાં સૈન્યની જાસુસી માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ વધારે સક્રીય બન્યું છે. તેમજ દેશના વિવિધ વિસ્તારમાં જાસુસ ઉભા કરી રહ્યાં છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસુસીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પોલીસે સુરતમાંથી આઈએસઆઈના જાસુસને ઝડપી લઈને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ દ્વારા ભારતમાં સેનાની અને અન્ય ખાનગી માહિતી મેળવવા માટે સ્થાનિક યુવકો પાસે દેશ વિરોધી કૃત્ય કરાવવામાં આવે છે.જે અનુસંધાનમં સુરત પોલીસે આઇએસઆઇ સાથે સંકળાયેલા દિપક સાળુંકે નામના યુવકને ડિડોંલી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જે પાકિસ્તાનની એજન્સીને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. તેના બદલામાં તેને નાણાં આપવામાં આવ્યા હતા. સુરત ક્રાઇમબ્રાંચે પાકિસ્તાનથી ટ્રાન્સફર કરાયેલા નાણાં અંગેની વિગતો પણ મેળવી છે. તે પાકિસ્તાનના હમીદ નામના આઇએસઆઇ એજન્ટના સાથે સંપર્કમાં હતો. તેણે દિપક પાસે ભારતીય સીમ કાર્ડની માંગણી પણ કરી હતી. અત્યાર સુધીમાં દિપકે કેટલી માહિતી આઇએસઆઇના એજન્ટે આપી છે. તે અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.