જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતના જણાવ્યા અનુસાર, જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનો સામાન્ય વાવેતર વિસ્તાર 109243 હેકટર રહ્યો છે. તેની સામે હાલ સુધીમાં જિલ્લાની 114420 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી 104051 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.
ખરીફ પાકો જોઈએ તો ડાંગરનું 40658 હેકટર અને જુવાર 6406 હેકટર, મકાઈ 1338 હેકટર, સોયાબીન 8911 હેકટર, કપાસ 4313 હેકટર, મગફળી 503 હેકટર, તલ 58 હેકટર, ગુવાર 36 હેકટર, અડદ 806, તુવેર 8303, મગ 426 હેકટર, શાકભાજી 18226 હેકટર અને ઘાસચારાનું 13941 હેકટરમાં વાવેતર પુર્ણ થઈ ચુકયું છે. જ્યારે કેળા, પપૈયા જેવા પાકોમાં 10369 હેકટરમાં મળી કુલ 114420 હેકટર જમીન વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લાના માંડવી તાલુકામાં સૌથી વધુ 22786 હેકટર, ઓલપાડ તાલુકામાં 22444 હેકટર, ચોર્યાસીમાં 1898, કામરેજમાં 1786 હેકટર, માંગરોળમાં 21379, બારડોલીમાં 4240, ઉમરપાડામાં 13056, મહુવામાં 13257 અને પલસાણા તાલુકામાં 2386 હેકટર, સુરત સીટીમાં 789 હેકટર મળી હાલ સુધીમાં જિલ્લાની કુલ 104051 હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.