Site icon Revoi.in

સુરતઃ શાળાઓમાં કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા મનપાને તાકીદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. સુરતમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સુરત મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિક્ષક એમ. થેન્નારાસને સુરતની શાળામાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા કોરોનાને પગલે શાળામાં ખાસ ટ્રીપલ- ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. જે બેઠકમાં મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જે વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધારે હોય તેવા વિસ્તારમાં જરૂર જણાય તો પ્રતિબંધ મુકવાનો પણ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મોલ, મલ્ટીપ્લેકસ, શાકભાજી વિક્રેતા સ્થળ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહયું છે. જેના પરથી લાગી રહ્યું કે સુરત મહાનગર પાલિકાનું તંત્ર હવે કોરોના સામે લડવા માટે કમર કસી રહ્યું છે.

સુરતમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાતા પાલિકા સતર્ક બની છે. દરમિયાન કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

(PHOTO-FILE)