અમદાવાદઃ સુરત મહાનગરપાલિગકાનું વર્ષ 2020- 21નું રિવાઈઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા 6534 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરતમાં શહેરીજનોને તમામ સુવિધાઓ મળી રહે તેની ઉપર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર માટે રૂ.140.21 કરોડની જોગવાઈ કરાઈ છે. તેમજ બેરેજ અને રિવરફ્રન્ટ પ્રકલ્પમાં રૂ.26.90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મનપાના નવા વહીવટી ભવન માટે રૂ. 9 કરોડની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત શહેરના 5 ઝોનમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે અને 300થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે. ખાડી ડેવલપમેન્ટના કામ પણ પૂર્ણ કરાશે.
સુરતની જાણીતી સ્મિમેર અને મેડિકલ કોલેજ માટે એક ટ્રસ્ટની રચના કરાશે. 36 આરોગ્ય સેન્ટર વધારશે અને સ્લમ વિસ્તારમાં 142 જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. સુરતનો ઐતિહાસિક કિલ્લો રીનોવેશન બાદ લોકો માટે ખુલ્લો મુકાશે