- સુરત મહાનગરપાલિકાનું કડક વલણ
- વેક્સિનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે
- લોકોએ ફટાફટ હવે લઈ લેવી જોઈએ વેક્સિન
સુરત:રાજ્યમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધતા જાય છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા આગામચેતી પગલા લેવામાં આવ્યા છે. અને હવે વધારે એક પગલું લેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ નથી લીધો અને સંભવિત ત્રીજી લહેર આવે તો આવા લોકોને મહાનગરપાલિકાના ક્વોટામાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે નહીં.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો રાજ્યમાં ઓમીક્રોનના ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ત્રણેય દર્દીઓ જામનગરના જ છે. તો બીજી તરફ હવે રાજ્યમાં પણ કોરોનાના કેસ 50થી વધુ આવી રહ્યા છે. તેથી સરકરા દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવે છે.
મહત્ત્વની વાત છે કે, સુરતમાં વેક્સીનેશનને વેગ આપવા માટે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ વેક્સીન લેનાર વ્યક્તિને એક લીટર તેલનું પાઉચ પણ આપવામાં આવી રહ્યું છે. છતા પણ કેટલાક લોકો વેક્સીન લેવાથી દૂર ભાગી રહ્યા છે. સુરતમાં 5.34 લાખ લોકો એવા છે કે, જેમનો વેક્સીનનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે છતાં પણ તેઓ વેકસીન લેતા નથી.
એસએમસીના ડેપ્યુટી કમિશનર દ્વારા કહેવામાં આવ્યું કે પહેલો ડોઝ સુરત મહાનગરપાલિકામાં 110% કવર થયો છે. એટલે કે લગભગ 38 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે. આ ઉપરાંત 27 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. આજની તારીખે પણ 5.34 લાખ લોકો એવા છે કે, આ લોકોનો વેક્સીનના બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં પણ તેઓ વેક્સીન લેવા માટે આવ્યા નથી. સુરત મહાનગરપાલિકાએ હર ઘર દસ્તક અને સોસાયટી પર ટોલ ફ્રી નંબર દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હોવા છતાં પણ આ લોકો બીઝો ડોઝ લેવા માટે આવ્યા નથી.