રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન જાગ્યુ, ફાયર NOC ન હોય તેની સામે કાર્યવાહી
સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. અને રહેણાક કે કોમર્શિયલ બિલ્ડિગોમાં ફાયર એનઓસી નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. શહેરના સલાબતપુરા રીંગરોડ ઉધના સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે ચાર વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ ફાયર સુવિધાનો અભાવ દેખાતા આખરે કામગીરી કરવામાં આવી છે. એનઓસી વગર કે ફાયર સુવિધા વગરની બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક એકમોને તપાસવામાં આવી રહ્યા છે. અને મ્યુનિ. કમિશનર દ્વારા ડે ટુ ડે રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે. શહેરના માનદરવાજા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અમે બે માર્કેટ સીલ કરી છે અને હોટલ પણ સીલ કરી છે. ઘણા સમયથી ફાયર વિભાગની એનઓસી લીધી ન હતી. વારંવાર અમે તેમને નોટિસ આપતા હતા. છતાં પણ તેઓ આ બાબતને ગંભીર હોય તેવું જણાતું ન હતું. જેથી વહેલી સવારે ફાયરની ટીમ દ્વારા માર્કેટ અને સીલ મારવામાં આવી છે. તેમજ હોટલને પણ સીલ મારી દેવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.