અમદાવાદઃ માં અંબાની આરાધના એટલે કે નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેટલાક મનચલા અને અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શી ટીમ તૈયાર કરી છે. જે ગરબા ગ્રાઉન્ડ ઉપર છેડતી અને હેરાનગતિ પ્રકારના કૃત્ય કરતા હોય તેવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તૈયાર થઈ ગઈ છે.
37 જેટલી શી ટીમ તૈયાર કરવામાં આવી છે
નવરાત્રીનો પવિત્ર તહેવાર આગામી દિવસમાં આવી રહ્યો છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ ઉપર મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા સાથે હેરાનગતિ કરતા તત્વોને ચેતી જવા માટેની ચેતવણી આપી છે. કારણ કે નવરાત્રી દરમિયાન યુવતીઓની શારીરિક છેડતીની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ લે 37 જેટલી શી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ મહિલાઓ સાથે પુરુષ ટ્રેડિશનલ કપડામાં ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ પર પહોંચી ખેલૈયા બની ગ્રાઉન્ડમાં થતી ગતિવિધિ પર વોચ રાખશે અને જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા સાથે શારીરિક છેડછાડ અથવા તો હેરાનગતિ કરતો દેખાશે. તો શી ટીમના સભ્ય તાત્કાલિક તેને ઝડપી પાડી તેના પર કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલમાં નાખશે.
રસ્તામાં પણ પોલીસ પેટ્રોલીક સાથે વોચ રાખશે
આ સાથે ગરબા અથવા મહિલાઓ પોતાના ઘરે જવા નીકળશે અને રસ્તામાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રસ્તામાં પણ પોલીસ પેટ્રોલીક સાથે વોચ રાખશે.અને મહિલાઓને ઘર સુધી મૂકવા જશે.