1. Home
  2. ગુજરાતી
  3. અમરેલી અને ભાવનગરના વાવાઝોડા અસરગ્રસ્તોની મદદે સુરતવાસીઓ આવ્યા

અમરેલી અને ભાવનગરના વાવાઝોડા અસરગ્રસ્તોની મદદે સુરતવાસીઓ આવ્યા

0
Social Share

અમદાવાદઃ તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાની થઈ હતી. જેમાં અમરેલી-ભાવનગરના હિપાવડલી, મોટા અગરિયા અને જેસર ગામના અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકો રાહત સામગ્રીની આશામાં જીવન જીવવાની રાહ જોવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ વીજળી પુરવઠો ખોરવાતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી પડી છે. ત્યારે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓ મદદ માટે આવી રહ્યા છે. સુરતના એક PWDના નિવૃત અધિકારીએ જણાવ્યું હતું કે જે ગામોની મુલાકાત લીધી એ ગામોની દયનિય હાલત છે. ગામમાં લગભગ તમામ વીજ પોલ પડી ગયા છે. છેવાડાના ગામોમાં હજી કોઈ સરકારી સહાય પહોંચી નથી. લગભગ 25 દિવસ વીજ પુરવઠો લાવવામાં લાગી જશે.

સુરતના નિવૃત અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોમાં સરકાર સામે રોષ જોયો છે. જમવાની વાત તો દૂર રહી આ ગામના લોકો સુરત સહિત અન્ય શહેરોથી પહોંચતી રાહત સામગ્રી એટલે કે કીટ પર જીવવા મજબૂર બન્યા છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને માણસો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. અનેક પરિવારોના મકાનો સંપૂર્ણ કે અડધા પડી ગયા છે. લોકો રોડ ઉપર રહેવા મજબુર છે. પક્ષુઓની દેખરેખ તો દૂર રહી આ ગામના લોકો પોતાના પરિવારની સાર-સંભાળ પણ નથી કરી શકતા એવા દ્રશ્યો જોઈ હૃદય ધ્રુજી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે સુરતથી આર્થિક સહાય અને રાહત સામગ્રી સાથે આ ગામડાઓમાં ગયો હતો. રાષ્ટ્રીય દલિત અધીકાર મંચની ટીમ ભાવનગરના સહયોગથી બોટાદના સહકારથી હોનારત વાવાઝોડામાં નુકશાનગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોમાં અમરેલી ભાવનગર જિલ્લાના જરૂરિયાત મંદ લોકોને 10 કિલો લોટ, 500 ગ્રામ મગદાળ, 500 ગ્રામ તુવેરદાળ, 1 લીટર તેલ, 2 કિલો ચોખા (ભાત), મરચુ /જીરૂ/હળદર આવી એક કીટમાં આટલી વસ્તુ આવે એવી કુલ 100 કીટો બનાવવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code