Site icon Revoi.in

સુરતઃ રૂ. 40 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરાયો

Social Share

અમદાવાદઃ ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂ. 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરવામાં આવી છે.

ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી દાણચોરી કરાયેલી વિદેશી મૂળની સિગારેટની 1,96,320 સ્ટીક્સ એસ્સ લાઈટ્સ (કોરિયન), ગુડાંગ ગરમ (ઇન્ડોનેશિયન) અને 555 (યુકે) બ્રાન્ડની હતી, જે જપ્ત કરવામાં આવી હતી. તેની બજાર કિંમત 40 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે અને કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાતમાં DRI આરોગ્ય માટે હાનિકારક સિગારેટ અને અન્ય નિકોટિન ઉત્પાદનોની દાણચોરી સામે જોરદાર લડાઈ ચલાવી રહ્યું છે. એકલા આ નાણાકીય વર્ષમાં, ડીઆરઆઈએ ગુજરાતમાં દાણચોરીની વિદેશી મૂળની સિગારેટની 2,88,40,800 સ્ટીક્સ અને રૂ. 138 કરોડની કિંમતની ઈ-સિગારેટ (વેપ્સ)ની 2,86,198 સ્ટીક્સ જપ્ત કરી છે. બંદરો અને ધોરીમાર્ગો પર જપ્તી ઉપરાંત, ડીઆરઆઈ રેલ્વે માર્ગ દ્વારા પણ સિગારેટની દાણચોરીની પદ્ધતિ તોડી રહી છે.