Site icon Revoi.in

સુરતે વેક્સિન બાબતે નવો રેકોર્ડ બનાવ્યોઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપનાર દેશનું પહેલું શહેર બન્યું

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં વેક્સિન આપવાની પ્રક્રિયા ખૂબજ તેજ બની છે, વધુનો વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પણ આ બાબતે મોકરે છે. જ્યા રોજના હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે, કોરોનાની જંગી લડતમાં વેક્સિનનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, ત્યારે રાજ્યના શહેર સુરતે વેક્સિનેનની બાબતનો નવો રેકોર્ડ બનાવ્યો છે.સ

સુરત શહેરમાં માત્ર એક જ દિવસમાં ૨.૧૩ લાખ લોકોને કોરોના વેક્સિન મૂકવાનો રેકરોર્ડ બનાવવાની સાથએ સાથએ હવે શહેર સુરત ૧૦૦ ટકા વેક્સિનેશન કરનાર ભારત દેશનું પહેલું શરેહ બન્યું છે.

રાજ્યના શહેર  સુરતમાં ૧૮ વર્ષ કરતાં વધુ વયના તમામે તમામ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.ઉલ્લેખનીય છે કે ૬૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની સિદ્ધિ પ્રાપ્ત કરનાર સુરત શહેર પ્રથમ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં આ વર્ષના શરુઆતમાં ૧૬મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૃ કરવામાં આવ્યું હતું,આ સમગ્ર બાબતે આરોગ્ય ખાતાએ ડોરટુ ડોર સર્વે કરી ૧૮ વર્ષથી વધુ વયની ૩૪ લાખ ૩૨ હજાર ૭૩૭ વ્યક્તિઓની ઓળખ કરી હતી. કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર શહેરમાંમ વેક્સિનેશનના બૂથો પાડીને વેક્સિનની પ્રક્રિયા તેજ બનાવાઈ હતી અને આજે તેનું પરિણામ આપણે જાઈ શકીએ છીએ

ત્રણ મહિનાના સમયગાળાની અંદર ૨૬૭ વેક્સિન કેન્દ્રો પર ૧૦૬૮ આરોગ્ય કર્મચારી વેક્સિનેશન કાર્ય સાથે સંકળાયેલા જોવા  છે. વડાપ્રધાનના જન્મદિને પાલિકાએ ૪૦૦થી વધુ કેન્દ્રો પર રાતે બાર વાગ્યા સુધી વેક્સિનેશન કામગીરી કરી એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૨.૧૩ લાખ લોકોને વેક્સિન આપી હતી ત્યારે હવે 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરત દેશનું પ્રથમ શહેર બન્યું છે.