Site icon Revoi.in

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

Social Share

અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ મનપા દ્વારા સ્કૂલમાં શિક્ષણને લઈને અનેક સુધારા કરવામાં આવ્યાં છે. હવે સુરતની મનપા સંચાલિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત હાલ ટેરેસ ગાર્ડન ફાર્મિગ કરીને અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. સ્કૂલના મુખ્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આ અંગે ખાસ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ટેરેસ ફાર્મિંગને લઈ કતારગામ વિસ્તારમાં આવેલી શ્રી હેમુ ગઢવી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રોશની ટેલરે જણાવ્યું હતું કે તેમની શાળામાં અંદાજે 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહી છે શિક્ષણની સાથે સાથે તેમને ખેતી અને શાકભાજી તથા કૃષિ વિશે માહિતી આપવામાં આવી રહી છે.અહીં અલગ અલગ પ્રકારના શાકભાજીઓ ઉગાડવામાં આવે છે જેનાથી બાળકોને એક જ્ઞાન આપી શકાય છે કે કયા શાકભાજી જમીનની અંદર અને કયા જમીનની ઉપર વેલામાં છોડમાં કે પછી ઝાડ પર થાય છે, આ પ્રવૃત્તિને કારણે વિદ્યાર્થીનીઓને શાકભાજી ફળફળાદી અને કૃષિ વિશે સારી એવી માહિતી મળી રહી છે કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું છે.