અમદાવાદઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ,વોઈસ, કમાન્ડ,સ્ક્રીન,રીડર ફીટબેકથકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનો રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટરની મદદ વિના જ આપી હતી. ટાઈપિંગ,વોઈસ,કમાન્ડ,સ્કીન,રીડર ફીડબેકથી પરીક્ષાના આ પ્રયાસને અધ્યાપકોએ વધાવી લીધો છે
આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2022-23માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન ડિજિટલ ઇન્ડિયા એન્ડ પાવર મેન્ટ ટૂ ટેકનોલોજી આ સંદર્ભમાં જે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેઓને રાઇટરની મુશ્કેલીઓ ન પડે તેની જગ્યાએ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપે તે માટેની વ્યવસ્થાના કરવામાં આવી છે. આ નવતર પહેલમાં યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા મીત મોદી જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે. જેણે સેમેસ્ટર 4માં આ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપી છે.
રાજ્યની જાણીતી યુનિવર્સિટીએ પણ તાજેતરમાં અનોખી પહેલ કરી છે, ચરોતર યુનિવર્સિટીએ પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો અમલ કર્યો છે. ચારૂસેટ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થશે. જેથી યુનિવર્સીટીના પરિણામો ઝડપથી બહાર પાડી શકાશે.