સુરતઃ કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર 5થી 12 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાડવાની કેન્દ્રના નાણા મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સુરતના વિવર્સ ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારવાનો વિરોધ કર્યો છે. સુરતના કારખાનેદારો 50 હજાર ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત કરે છે તેના પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ થાય કાપડની પ્રવર્તમાન કિંમત કરતા 25 ટકા સુધી મોંઘુ થવાની સંભાવના છે.
સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવામાં આવે અને કાપડ મોંઘુ બને તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં વૈશ્વિક સ્પર્ધામાં કાપડ ઉદ્યોગને જોખમ સર્જાય શકે તેમ છે.. એટલે ડીજીટીઆરના હુકમ સામે સુરતના વિવર્સ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. નારાજ બનેલા વિવર્સ સોશ્યલ મિડીયા પર રોષ ઠાલવી રહ્યાં છે. અને આ નિર્ણયની ફેરવિચારણા કરવા વિવર્સ સંગઠનો સહિત 20 જેટલી સંસ્થા કેન્દ્ર સરકારને રજુઆત કરશે.
સુરતના કાપડ ઉદ્યોગકારોના કહેવા મુજબ કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર 5થી 12 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાડવા સંદર્ભે કેન્દ્રના નાણા મંત્રાલયને કરેલી ભલામણથી વિસ્કોસ યાર્ન વપરાશકાર કારખાનેદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતના કારખાનેદારો વર્ષે દહાડે 50 હજાર મેટ્રીક ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત કરે છે. તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ થવાના કારણે તેની અસર નીચેના તબક્કા સુધી પહોંચશે. કાપડના અંતિમ ઉપભોક્તા સુધી પહોંચે ત્યાં સુધી કે કાપડ કિંમત કરતા 25 ટકા જેટલું મોંઘુ થઇ જશે. વિવિંગ યુનિટ્સના માલિકો, વિવર્સના વિવિધ સંગઠનો, લોકલ એસોસિએશન મળીને વીસથી વધુ સંસ્થાઓએ આગામી દિવસોમાં સામૂહિક રીતે કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટે મન બનાવ્યું છે. આ સંસ્થાઓનો એક સૂર છે કે, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણને સ્વીકારવામાં ન જોઈએ
સુરતના એક જાણીતા વિવર્સના કહેવા મુજબ કેન્દ્રનું નાણા મંત્રાલય ડીજીટીઆરની ભલામણ સ્વીકારીને વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરશે તો હાલમાં બજારમાં જે દરે કાપડ વેચાય રહ્યું છે, તેના વપરાશકર્તાઓએ 25 ટકા વધુ રકમ ચૂકવવી પડશે. એટલે ગ્રાહકો સરવાળે મોંઘુ કાપડ ખરીદવાનું ટાળશે. ગ્રાહકને કપડું મોંઘુ લાગશે તો એ સસ્તા કાપડ તરફ ઢળશે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના રેપિયર, એરજેટ જેવા હાઇસ્પીડ વીવીંગ મશીન ઇન્સ્ટોલ કરનારા કારખાનેદારોએ પણ ઉત્પાદન ઘટાડવું પડે તો તેમની પાસે કામ નહીં રહે. એટલે, આ મુદ્દે તમામ જોખમકારક પાસાઓને ધ્યાને રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે.