રાજકોટ : સુરેન્દ્રનગરમાં હાલમાં જ એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર એટીએમ કાર્ડધારકને એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવામાં તકલીફ પડી રહી હતી અને તે માટે તેણે અન્ય વ્યક્તિ પાસે મદદ માગી હતી. સમગ્ર કિસ્સો એવો હતો કે સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી બંનેએ ચાલાકીપૂર્વક સગીર પાસે રહેલા ATM કાર્ડનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ સગીરનું ધ્યાન ભટકાવી એક વ્યકિતએ પોતાના હાથમાં કાર્ડ લઈ પાછળ ઉભેલા અન્ય વ્યકિતને કાર્ડ આપી બદલાવી લીધું હતું. ત્યારબાદ ત્યાંથી બંને લોકો કંઈ થયું જ ન હોય તે રીતે રફુચક્કર થઈ ગયા હતા.
જો કે ATM સેન્ટરમાં જે બે આરોપીઓ દ્વારા કાર્ડ બદલી લેવામાં આવ્યું હતું. તે પૈકીનો એક વ્યકિત એક પેટ્રોલપંપ પરના સીસીટીવીમાં કેદ થયો હતો.
આ બાબતે પોલીસે જણાવ્યું કે આ ફ્રોડ કેસમાં પ્રથમ એક આરોપી સીસીટીવીમાં એજ એટીએમથી પેટ્રોલ પુરાવતા નજરે પાડ્યો હતો. ફરીયાદીએ બેંકમાં જઇ એટીએમ બ્લોક કરાવ્યું એ પહેલા આરોપીએ કુલ 8 ટ્રાજેક્શન કરી 10,000 , 10,000 , 10,000 , 10,023 , 30,000 , 7,300 , 30,300 અને 2,000 મળી કુલ રૂ. 1,09,623ની છેતરપિંડી કરી ઉપાડી લીધા હતા. બાદમાં ફરીયાદી દ્વારા બેંકમાં જઇ ખાતું ફ્રિજ કરાવવાની સાથે એટીએમ કાર્ડ બ્લોક કરાવતા વધુ છેતરપિંડી થતાં અટકી ગઇ હતી.
બેન્ક દ્વારા હંમેશા લોકો સુચવવામાં આવે છે કે પોતાની બેંકની જાણકારી કોઈ પણ અન્ય વ્યક્તિને જણાવશો નહી અને હંમેશા પણ પોતાની જાણકારીને ગુપ્ત રાખવી, છત્તા પણ લોકો બેદરકારી કરે છે અને ચાલાક ગઠિયાઓનો શિકાર બની જાય છે.