સુરેન્દ્રનગર: હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી
- હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી
- શહેરીજનોમાં આકર્ષણના કેન્દ્ર સાથે અનેક તર્ક
- હેલિકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી થઈ
વિરમગામ: સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં ટિવન સીટીની ઈમારતોની હેલીકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઈન્ચાર્જ કલેક્ટર કે.એસ સંપતે જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરનો હેલીકોપ્ટરના સર્વે બાદ નોર્મલ સર્વે કરીને સુપર ઈમ્પોઝ કરવામાં આવશે.
વિદેશી ટેકનોલોજીની મદદથી આકાશમાં હેલીકોપ્ટર દ્વારા સર્વે કામગીરી હાથ ધરાતા અચાનક હેલીકોપ્ટર ઉડતા શહેરીજનોમાં તર્ક વિતર્ક સર્જાયા હતા. આધુનિક સર્વે માપણી માટે શહેરના ખમીસાણા રોડ પર હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મુકવામાં આવ્યું હતું અને દિલ્હીની કંપનીના વ્યક્તિઓ સાથે ફોરેનરે કામગીરી હાથ ધરી હતી, જેમાં હેલીકોપ્ટર સાથે 50 મીટરના વર્તુળમાં ફેલાઈલ રીંગ દ્વારા અને જનરેટર સહિત આધુનિક સાધનો કેમેરા, લેપટોપ અને મશીનરી લગાવેલી રીંગ સાથે બાંધી હેલિકોપ્ટર નીચે બાંધી ઉંચે ઉડાડી ડીજીટલ સર્વે કરવામાં આવ્યો હતો.