Site icon Revoi.in

સુરેન્દ્રનગર: ચુડા ગામની મામલતદાર કચેરી ખાતે સાત વ્યક્તિ કોરોના પોઝિટિવ

Social Share

સુરેન્દ્રનગર: કોરોના હવે રાજ્યના દરેક ગામડા અને દરેક ખૂણામાં પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચુડા તાલુકામાં નાયબ મામલતદાર સહિત બે ક્લાર્ક અને બે ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ચૂડા ખાતે એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચુડા મામલતદાર કચેરીમાં અપડાઉન કરતા બહારના વ્યક્તિઓ પોઝિટિવ હોવાથી ચુડા મામલતદાર કચેરી કોરોનાની ઝપેટમાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

જ્યારે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કઈ પણ કહેવામાં આવ્યું નથી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રાજ્યમાં તમામ શહેરો તથા તાલુકામાં કોરોનાવાયરસના કેસ જોવા મળી રહ્યા છે જેના કારણે હવે લોકોમાં ચિંતાના વાદળ ફરી વળ્યા છે. સરકાર દ્વારા વારંવાર લોકોને કહેવામાં આવે છે કે કોરોનાવાયરસની ગાઈડલાઈનનું પાલન કરો અને માસ્ક અવશ્ય પહેરો.