સુરેન્દ્રનગર: નવા બનેલા રોડમાં ગાબડું પડ્યું, અને લાંબા સમય માટે લોકો ટ્રાફિકમાં ફસાયા
- સુરેન્દ્રનગરમાં હમણા જ બન્યા નવા રોડ
- નવા બનેલા રોડમાં પણ ગાબડું
- લોકો ટ્રાફિકમાં લાંબો સમય ફસાયા
સુરેન્દ્રનગર: શહેરમાં તાજેતરમાં કરોડોના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા નવા રોડ રસ્તા બનાવવા આવ્યા છે. આવામાં શહેરની એમ.પી શાહ કોલેજ સામે તાજેતરમાં નવા બનાવેલા રોડ પર મસમોટું ગાબડું પડતા મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા.
વધુ વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડથી મેઈન બજારમાં જવાના રસ્તે અને જોરાવરનગર તરફ જવાના માર્ગે આ મેઈન રસ્તા પર રાહદારીઓ વાહનોની અવર જવર વધારે છે ત્યારે શહેરની એમ.પી શાહ કોલેજ સામે કરોડોના ખર્ચે તાજેતરમાં બનાવેલા નવા રસતા પર મસમોટું ગાબડું પડતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવામાં આવ્યો.
આ મસમોટા પડેલા ભૂવાના પગલે મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી અને ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા. આ સર્જાયાયેલા ટ્રાફિક ના પગલે ઘટનાસ્થળે તાત્કાલિક ટ્રાફિક જવાનોની ટીમ દોડી જઈ ટ્રાફિક હળવો કરી, આ મસમોટા ખાડામાં કોઈ વાહન ચાલક કે રાહદારી પડે નહી તે હેતુથી સાવચેતીના ભાગ આડા બેરીકેટ મુકી સરાહનીય કામગીરી કરી હતી. જો કે વાહનચાલકો અને રાહદારીઓએ તાત્કાલિક મસમોટો ખાડો રિપેર કરવાની લોક માંગ ઉઠી છે