Site icon Revoi.in

સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની કરી જાહેરાત –  IPL માં પણ જોવા નહી મળે

Social Share

દિલ્હીઃ- ભારતના જાણીતા ક્રિકેટર અને ડાબોરી બેટ્સ્મેન તરીકે પોતાની આગવી ઓળખ બનાવનારા સુરેશ રૈનાએ એક મહત્વની જાહેરાત કરી છે જે પ્રમાણે તેઓ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્મ નિવૃત્તી લઈ લીધી છે.ઉલ્લેખની ય છે કે વર્ષ 2020 અને 15 ઓગસ્ટના દિવસે તેમણે આતંર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો ત્યારે હવે તેઓ ભારતીય ક્રિકેટ જગતને પણ અલવિદા કરી રહ્યા છે

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરેશ રૈનાએ હવે જાહેરાત કરી છે કે તે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાસાથે જોડાયેલી કોઈપણ ટુર્નામેન્ટ રમશે નહી અર્થા તેઓ હવે તેનો ભાગ રહ્યા નથી.સુરેશ રૈનાને આ વર્ષની IPL માટે કોઈ ટીમે ખરીદ્યો નથી. સુરેશ રૈનાએ 2020માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, આ કારણે તેની આઈપીએલમાં વાપસીની શક્યતા પણ સમાપ્ત થઈ ગઈ હતી. જો કે  તેમણએ હવે વિદેશી લીગમાં રમવાનો માર્ગ મોકળો કર્યો છે.

ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની  BCCI અને UPCAને જાણ કરી છે , કે તે ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તે વિદેશી લીગ રમી શકે છે અને તે તેની શરૂઆત રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝથી કરી રહ્યો છે.સુરેશ રૈના બીસીસીઆઈ પાસેથી એનઓસી મેળવ્યા બાદ દેશ અને વિદેશમાં અલગ-અલગ લીગમાં રમવા માટે જઈ શકશે. સુરેશ રૈનાએ જણાવ્યું છે કે તેણે યુપીસીએ પાસેથી એનઓસી લીધું છે અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને પણ જાણ કરી છે.

સુરેશ રૈનાએ પોતે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને હવે આ અંગેની જાણકારી આપી દીધી છે.