નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા જશે. જી-20 સમિટ 27થી 29 જૂન ચાલશે. પીએમ મોદીના સમિટમાં સામેલ થવાની જાણકારી શુક્રવારે વિદેશ મંત્રાલયે આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ક્હ્યુ છે કે આ છઠ્ઠી વખત હશે કે જ્યારે પીએમ મોદી 27થી 29 જૂનના રોજ યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે.
પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠકો પણ થશે. તેઓ કેટલીક બહુપક્ષીય બેઠકોમાં પણ સામેલ થશે. સુરેશ પ્રભુ ઓસાકામાં જી-20 શિખર સંમેલન માટે વડાપ્રધાન મોદીના શેરપા હશે.
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો,રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા જી-20ના સદસ્ય દેશો છે.
tags:
japan