કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા,
- કોરોનાના કેસમાં ઉછાળો
- છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વઘઘટ નોંધાઈ રહી છે ત્યારે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે જો છેલ્લા 24 કલાકની વાતકરીએ તો ફરી કોરોનાના કેસમાં 12 ટકાનોનો વધારો આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 12.3 ટકાનો કેસમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન કોરોનાના 20 હજાર 557 કેસ નવા નોંધાયા છે. આ સાથે જ હવે કુલ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 43,959,321 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે થયેલા મોતની વાત કરીએ તો આ દરમિયાન કુલ 45 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 526,212 લોકોના મોત થયા છે.
આ સાથે જ સક્રિય કેસો હવે ફરી દોઢ લાખ થવાને આસપાસ જોવા મળી રહ્યા છે હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 46 હજાર 322 જોવા મળે છે.આ સાથે જ પાછલા દિવસના આંકડા સાથે સરખામણી કરીએ તો આજે નોંધાયેલા કેસોનો આંકડો ગઈકાલના આંકડા કરતા વધુ છે. વિતેલા દિવસે દેશમાં 18 હજાર 313 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જો કે કોરોનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પમ વધુ છે તે એક રાહતની વાત કહી શકાય, અત્યાર સુધીમાં 4 કરોડ 32 લાખ 86 હજાર 787 દર્દીઓ એ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.
દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ જોરશોરમાં ચાલી રહી છે.જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 40 લાખ 69 હજાર 241 લોકોએ રસીના ડોઝ લીધા છે, જે બાદ હવે રસીકરણની કુલ સંખ્યા વધીને 203 કરોડ 21 લાખ 82 હજાર 341 થઈ ગઈ છે.