અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં ઉછાળો આવતો જાય છે. 4 મહિના બાદ 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા છે. જ્યારે 384 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3200ને પાર થયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.85 ટકા થયો છે. તો 15 દિવસ બાદ રાજ્યમાં વલસાડ જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યુ હતું.
ગુજરાત રાજ્યમાં આજે શુક્રવારે કોરોનાના કુલ 632 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 384 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી હતી. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 48,047 ડોઝ અપાઇ ચુક્યાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં કોરોનાના કુલ 3289 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 3283 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,18,426 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,947 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. શુક્રવારે કોરોનાને કારણે વલસાડમાં એક નાગરિકનું મોત થયું હતું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 258, સુરત કોર્પોરેશનમાં 85, વડોદરા કોર્પોરેશનમાં 42, વલસાડમાં 33, મહેસાણા 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 32,નવસારીમાં 18, સુરતમાં 18, કચ્છમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 14, ગાંધીનગર-પાટણમાં 11, ભઆવનગર કોર્પોરેશનમાં 8, દેવભુમિ દ્વારકા-રાજકોટમાં 7, સાબરકાંઠામાં 6, ભરૂચમાં 5, અમદાવાદ, આણંદ, જામનગર કોર્પોરેશન, મોરબી અને વડોદરામાં 4-4, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા હતા. બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, પંચમહાલ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 632 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં લોકોની લાપરવાહીથી ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને શુક્રવારે કોરોનાના વધુ 632 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 32 હજાર 662ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 10 હજાર 947 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 18 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3289 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3283 દર્દીઓની હાલત સ્થિર છે. 129 દિવસ બાદ 600થી વધુ કેસ નોંધાયા છે. ગુરૂવારે પણ 547 કેસ નોંધાયા હતા. અને શુક્રવારે વધુ 632 કેસ નોધાયા હતા. આ પહેલાં 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 19 જૂને 244, 20 જૂને 217 અને 21 જૂને 226 નવા કેસ નોધાયા હતા. ત્યારબાદ 22મી જૂને 407, 23મીએ 416, 24 જૂને 380, 25 જૂને 419, 26 જૂને 420, 27 જૂને 351 કેસ, 28 જૂને 480 અને 29 જૂને 529 કેસ નોંધાયા હતા.