Site icon Revoi.in

સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાયે ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો

Social Share

નવી દિલ્હીઃ સર્જન વાઇસ એડમિરલ કવિતા સહાય, SM, VSMએ 14 ઓક્ટોબર 24ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો. ફ્લેગ ઓફિસરને 30 ડિસેમ્બર 1986ના રોજ આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા.

પ્રતિષ્ઠિત આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેની ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમણે પેથોલોજીમાં વિશેષતા પ્રાપ્ત કરી છે અને પ્રતિષ્ઠિત AIIMS, નવી દિલ્હીમાંથી ઓન્કોપેથોલોજીમાં સુપર સ્પેશિયલાઇઝ્ડ છે. તેઓ AHRR અને BHDC ખાતે લેબ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વડા રહી ચૂક્યા છે. તેઓ પેથોલોજી વિભાગ, AFMC, પુણેમાં પ્રોફેસર પણ રહી ચુક્યાં છે.

ડીજીએમએસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા, તેઓ AMC સેન્ટર એન્ડ કોલેજ અને O i/C રેકોર્ડ્સની પ્રથમ મહિલા કમાન્ડન્ટ હતાં. આર્મી મેડિકલ કોર્પ્સના કર્નલ કમાન્ડન્ટ તરીકે ચૂંટાયેલા તે પ્રથમ મહિલા અધિકારી છે. તેમણે તબીબી શિક્ષણમાં વિશેષ રસ છે અને 2013-14માં ફિલાડેલ્ફિયા, યુએસએથી મેડ એજ્યુકેશનની પ્રગતિ માટે પ્રતિષ્ઠિત ફાઉન્ડેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (FAIMER) ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.

તેમની વિશિષ્ટ સેવા બદલ, ફ્લેગ ઓફિસરને 2024માં સેના મેડલ અને 2018માં વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે અને 2008 અને 2012માં બે વાર આર્મી સ્ટાફ અને 2010માં GOC-in-C (WC) દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે.