સુરીનામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા સુરીનામ
- દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત
- ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજાયા
દિલ્હી : સુરીનામ પહોંચેલ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તે ભારતના 140 કરોડથી વધુ લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને પણ સમર્પિત કરું છું જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને સુરીનામે સોમવારે આરોગ્ય અને કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુ અને તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ ભવને એક નિવેદન જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ આવીને ખુશ છે. અહીં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતની જેમ સુરીનામમાં પણ અનેક જાતિ, ભાષા અને ધર્મના લોકો રહે છે. તેમણે કહ્યું કે ભારત અને સુરીનામ વચ્ચે મિત્રતાનો પાયો મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના આધાર પર બાંધવામાં આવ્યો હતો.