Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં સર્વેએ ભાજપાની ચિંતા વધારી, અમિત શાહએ મહાયુતિને જીતની ફોર્મુલા આપી

Social Share

• અમિત શાહે સીએમ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે બેઠક કરી
• સરકારી યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવાનો સૂચન કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે સીએમ એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી.

ઑગસ્ટ મહિનામાં થયેલા એમ્પરિકલ અને સામૂહિક સર્વે અનુસાર, આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 123 અને મહાવિકાસ આઘાડીને 152 બેઠકો મળી શકે છે. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મોડી રાત્રે બેઠક કરી હતી. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ બેઠકમાં સીએમ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં કરાયેલા વિવાદાસ્પદ નિવેદનો પર પણ વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં અમિત શાહે ભાજપના નેતાઓને જાહેર વિવાદોથી દૂર રહેવા સૂચના આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો આપણે મહાગઠબંધનમાં છીએ, તો આપણે સંયમ રાખવો જોઈએ અને એકતાની છબી જનતા સમક્ષ રજૂ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જીતવાની ક્ષમતાવાળા ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિરોધીઓના ખોટા નિવેદનોનો જવાબ આપતા રહો.