Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો પણ સરકારે સહાય નહીં આપતા ખેડુતોમાં રોષ

Social Share

અમરેલીઃ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે  કપાસ  મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવી છે. કૃષિમંત્રી દ્વારા વર્તમાન નિયમોનો અભ્યાસ કરીને નિર્ણય લઈશું એવું કહેવામાં આવ્યું છે. સરકાર પાસે અહેવાલ તો આવી ગયો છે  ત્યારે રાજ્યના  કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સર્વે પૂરો થઈ ગયો છે પણ વિચારણા હેઠળ છે. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જિલ્લાઓને પણ પાક નુકશાનીની સહાય આપવામાં આવશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલીક વિચાર કરે અને પાક નુકસાની સહાય આપવામાં આવે. ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના ઘોબા,પીપરડી,શેલણા,ફિફાદ સહિતના શેત્રુજી નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને સારૂએવું નુકશાન થયું હતું.

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદને લઈને શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સરકાર દ્વારા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ હજી સુધી અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાય મળી નથી આથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે.