જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સર્વેની કામગીરી કરાશે, મુસ્લિમ આગેવાનો સાથે ઉચ્ચ અધિકારીની મીટીંગ
લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની કામગીરી આવતીકાલે શનિવારે શરૂઆતે થશે. મુસ્લિમ પક્ષ સાથે વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ મીટીંગ બાદ કહ્યું હતું કે, કાલથી સર્વે કમીશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નર દ્વારા કરવામાં આવશે. આ અંગે મુસ્લિમ પક્ષ સાથે બેઠક થઈ હતી અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી.
કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. વારાણસીની અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદ કમીટીએ સર્વેની કામગીરી અટકાવવા અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમન્નાએ કહ્યું કે અરજી જોઈ નથી, મુદ્દાને જોઈશ. અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદની પ્રબંધન સમિતિના વકીલ હુજેફા અહમદીએ કહ્યું હતું કે, હમે તાત્કાલિક સુનાવણીની જરૂર છે કેમ કે સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલામાં સીએઆઈ એનવી રમન્નાની આગેવાનીની ખંડપીઠ સમક્ષ વારાણસીની કોર્ટના આદેશ ઉપર મનાઈ હુકમ ફરમાવવા આદેશ કર્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને વારાણસી અદાલતે કોર્ટ કમિશ્નર બદલાનો ઈન્કાર કર્યો હતો. તેમજ બંદોબસ્ત સાથે સર્વેની કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં કામગીરીમાં અડચણ ઉભી કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ કર્યો હતો.