- આજે છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
- સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાકનો રહેશે
- ગ્રહણ સાંજના 7.04 વાગ્યાથી શરૂ થશે
- શું તેની અસર ભારત પર થશે ખરા ?
અમદાવાદ: વર્ષ 2020 નું છેલ્લું સૂર્ય ગ્રહણ ઘણી રીતે વિશેષ બનવા જઈ રહ્યું છે. 21 જુનના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ હતું,પરંતુ આજે એટલે કે 14 ડિસેમ્બર એ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. આજે સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાકનો રહેશે. આ ગ્રહણ કાળ દરમિયાન તમારે ઘણી સાવધાનીઓ રાખવી જોઈએ,જેથી તમારા જીવન પર કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય.
જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઇ જાય છે,તો જ્યારે કોઈ ગ્રહ પીડિત થઇ જાય છે, ત્યારે તે શુભ ફળ પ્રદાન કરતુ નથી. એટલા જ માટે સૂર્યગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી. આજે એટલે કે 14 ડિસેમ્બરે પડનાર સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળશે. તેની અસર કૃષિ, વેપાર અને રાજકારણ જેવા ક્ષેત્રો પર પડે છે. જો કે,તે ભારતમાં દેખાશે નહીં.
સૂર્યગ્રહણનો સમય
14 ડિસેમ્બરે એટલે કે આજે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સાંજના 7.04 વાગ્યાથી શરૂ થશે જે મધ્યરાત્રિ સુધી ચાલશે. ભારતમાં આ ગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવે છે. ખંડગ્રાસ સૂર્યગ્રહણમાં સુતક કાળ માન્ય નથી. પરંતુ જો સુતક કાળના ગ્રહણ દરમિયાન વિચાર કરે છે, તેઓ આ કાળ દરમિયાન ભોજન, યાત્રા અને નવા કાર્ય કરવાથી બચવું જોઈએ.
વૃશ્ચિક રાશિમાં લાગશે આ ગ્રહણ
વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ આ વખતે વૃશ્ચિક રાશિમાં લાગી રહ્યું છે. પંચાંગ અને જ્યોતિષની ગણતરી મુજબ આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લગ્નમાં રહેશે. તેથી મિથુન અને વૃશ્ચિક રાશિના લોકોએ વધુ કાળજી લેવી પડશે.
આ રાશિઓ પર પડશે પ્રભાવ
આ સૂર્યગ્રહણ દરમિયાન તુલા, મેષ, મકર, મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો વિશેષ સાવધાની રાખવી, જેથી તમારા જીવન પર કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય. આ સમય દરમિયાન કોઈ નવું કામ ન કરો. ગાયત્રી મંત્રનો જાપ કરો. તેમજ આ સમય દરમિયાન ન તો કોઈનું અપમાન કરવું કે ન કોઈ ખોટું કામ કરવું.
-દેવાંશી