મુંબઈઃ બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપુતના અપમૃત્યુ કેસમાં એનસીબીએ અભિનેતાના નજીકના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. સુશાંતને ડ્રગ્સ પહોંચાડવાના કેસમાં સિદ્ધાર્થ ઉપર આરોપ લાગ્યો હતો. સિદ્ધાર્થની હૈદ્રરાબાદથી ધરપગકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એનસીબીની ટીમ તેને મુંબઈ લાવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંત સાથે ફ્લેટમાં રહેતા સિદ્ધાર્થની પોલીસે ગયા વર્ષે જૂનમાં તપાસ દરમિયાન ધરપકડ કરી હતતી. સુત્રોના જણાવ્યા અનુસાર એનસીબીની પૂછપરછ સંતોષકારક જવાબ નહીં મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ પણ તેની અગાઉ પૂછપરછ કરી હતી. સપ્ટેમબર 2020માં સીબીઆઈએ પૂછપરછ કરી હતી. સુશાંતનો મૃતદેહ 14મી જૂન 2020ના રોજ એમના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે, તેમણે આત્મહત્યા કરી હતી. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે.
સુદ્ધાર્થની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. સગાઈની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ત્યારે સુશાંતના પ્રસંશકોએ તેને ટ્રોલ કર્યો હતો. સુશાંત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતિ અને સિદ્ધાર્થ ઉપર અનેક સવાલો ઉઠ્યાં હતા. મીડિયા રિપોર્ટ અનુસાર સુદ્ધાર્થએ જ વ્યક્તિ છે જેણે સુશાંતને પંખા સાથે લકટતા જોયો હતો. આ ઉપરાંત સુશાંતને ડ્રગ્સ પણ આપવાનો આરોપ લાગ્યો છે.
સદ્ધાર્થ સુશાંતની સાથે જ ફ્લેટમાં રહેતો હતો. તેમજ સુશાંતના અવસાન વખતે ઘરમાં હાજર ચાર સભ્યોમાં તેનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ સુદ્ધાર્થ ઉપરાંત સૈમુઅલ મિરાંડા અને પૂર્વ મેનેજર દિપેશ સાવંતની પણ પૂછપરછ કરી હતી. આ ત્રણેય વ્યક્તિઓએ કબુલાત કરી હતી કે, સુશાંતના ઘરેથી કેટલાક આઈટીના લોકોએ કેટલાક ઈલેકટ્રોનિક ડિવાઈસના ડેટા ડિલીટ કર્યાં હતા.