મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિહ રાજપુતના મૃત્યુ કેસની તપાસ કરતી સીબીઆઈએ અમેરિકાની મદદ માંગી છે. તપાસનીસ એજન્સીએ અમેરિકાની કંપની પાસે સુશાંતસિંહના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીલીટ કરેલી માહિતી મેળવવા માટે મદદ માંગી છે. પ્રકરણની તમામ એંગ્લથી તપાસ કરતી સીબીઆઈએ જૂના રેકોર્ડ પણ ફંફોસી રહી છે. જેથી આત્મહત્યા સાથે જોડાયેલા કોઈ જુનુ કનેક્શન જાણી શકાય.
મીડિયા રિપોર્ટ અનુસાર સીબીઆઈએ ગૂગલ અને ફેસબુક પાસે આ માહિતી મ્યુચુઅલ લીગલ અસિસ્ટેંસ ટ્રીટી હેઠળ માંગી છે. જેમાં ડીલિટ થયેલા ચેટ્સ, ઈમેલ તથા અભિનેતા કરફથી કરવામાં આવેલી કોઈ પણ પોસ્ટનો સમાવેશ થાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર અમારે કેસને અંતિમ રૂપ આપતા પહેલા કોઈ કચાસ રાખવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે, એવી કોઈ ખાચ ચેટ અથવા પોસ્ટ ડીલીટ કરવામાં આવી છે જે તપાસમાં મદદરૂપ સાબિત થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસમાં જ તપાસ દરમિયાન ડ્રગ્સ એંગ્લ સામે આવ્યો હતો, જેથી એનસીબીએ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી.