Site icon Revoi.in

સુશાંતસિંહ અપમૃત્યુ કેસઃ ગુજરાત FSLએ બોલીવુડ સ્ટાર્સના 35 મોબાઈલ અનલોક કર્યા

Social Share

અમદાવાદઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ પ્રકરણ સામે આવતા મહારાષ્ટ્ર એનસીબીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ બોલીવુડની કેટલીક હસ્તાઓના મોબાઈલ ફોન સહિતના ઉપકરણો જપ્ત કરીને તપાસ માટે એફએસએલમાં મોકલ્યાં હતા. ગુજરાત એફએસએલની ટીમે તપાસમાં 35 જેટલા ડિવાઈસમાંથી પાંચ ટીબી જેટલા મહત્વના ડેટા મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંતસિંહ કેસની તપાસ દરમિયાન બોલિવૂડની હિરોઇનો, અભિનેતાઓ અને દિગ્દર્શકોના ડ્રગ કનેક્શન્સ પ્રકાશમાં આવ્યા હતા. જેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડની અનેક હસ્તીઓની ફોન, લેપટોપ, મેકબુક, પેન ડ્રાઇવ કબજે કરી તપાસ માટે ગુજરાત એફએસએલમાં મોકલી આપી હતી. ગુજરાત એફએસએલ દ્વારા આ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.

એફએસએલ અધિકારીએ જણાવ્યું હતું કે હસ્તીઓ હંમેશા ડ્રગ ડીલરો અને કેરિયર્સ સાથે ચેટ કરતી રહી છે. આ ચેટિંગમાં તેણે વારંવાર ડી અને દો જેવા સિક્રેટ કોડનો ઉપયોગ કર્યો છે. એવી પ્રબળ સંભાવના છે કે આ ગુપ્ત કોડનો ઉપયોગ ડ્રગ પહોંચાડવા તેમજ દાણચોરી માટે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીના 35 ડિવાઇસીસમાંથી ડેટા ફરીથી રિકવર થયો છે અને વધુ અને વધુ ડિવાઇસ કોડ્સને અનલોક કર્યા પછી વધુ વિગતો મળશે. ગુજરાત એફએસએલ પાસે મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઇવ્સ અને ડીવીઆર સહિતના કુલ 84 ઉપકરણો છે. ફોન સ્ક્રીન લોક, પછી નંબર કોડ અને ત્યારબાદ એપલોક સોફ્ટવેર સહિતના ત્રણ-સ્તરના કોડથી લોડ કરવામાં આવ્યો હતો. એફએસએલ દ્વારા ફોન્સને અનલોક કરવા માટે હાઇટેક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.