શ્રીનગરઃ- જમ્મુ કાષશ્મીરમાં સતત આકંતીઓની નજર રહેલી હોય છે ગઈકાલની સાંજે સેનાએ એલબદર સાથે સંકળાયેલા એક આતંકીની ઘરપકડ કરી છએ ત્યારે બીજી તરફ સેનાનો એક જવાન સંદિગઘ હાલતમાં ગુમ થયો હોવાની માહિતી સામે આવી રહી છે આ સમગ્ર ઘટનાને જોતા સેનાને તેનું અપહરણ થવાની શંકા છે.
વિગતવાર માહિતી અનુસાર કુલગામમાં સેનાના એક જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. જવાનના પરિજનોએ દાવો કર્યો છે કે તે વિતેલા દિવસને શનિવારની સાંજથી તેની કોઈ ભાળ નથી ન તો તેણે કોઈ પ્રકારનો પરિવાર સાથ સંપર્ક કર્યો છે. એટલું જ નહી અપહરણની શંકા ત્યારે તેજ બની કે જ્યારે તેઓ જે કારમાં ઘરેથી નીકળ્યા હતા તે કાર સંબંધીઓને મળી હતી. સેનાએ જવાનને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ ગુમ થયેલા 25 વર્ષીય જવાન જાવેદ અહેમદ વાની કુલગામના અચ્છલ વિસ્તારનો રહેવાસી છે અને તેઓ લેહમાં ફરજ પર તૈનાત હતા. શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બાદ તેમનો કઓઈજ અતોપતો મળ્યો ન હતો. સાંજે તેમની કાર પરનાહાલમાં મળી આવી હતી.
આ બાદ અપહરણની જાણ થતાં જ સેનાએ જવાનને શોધવા માટે મોટાપાયે સર્ચ અને સીઝ ઓપરેશન શરૂ કર્યું હતું.તપાસ દરમિયાન સેનાનો જવાન જે કારમાં નિકળ્યો હતો તે કારમાંથી લોહીના નિશાન મળ્યા હતા અને કહેવાય રહ્યું છે કે વાની ઘર માટે સામાન લેવા માટે કાર ચલાવીને ચૌલગામ ગયો હતો. મોડી સાંજ સુધી તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની આસપાસના ગામોમાં શોધખોળ શરૂ કરી હતી.
શોધ કર્યા બાદ વાનીની કાર પરણાલ નજીકથી મળી આવી હતી. કાર લોક ન હોવાનું સગાંઓને જાણવા મળ્યું હતું. કારની અંદરથી વાનીના ચપ્પલ અને લોહીના નિશાન પણ મળી આવ્યા હતા, જેના પછી સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી.ત્યાર બાદ સેના તરત એક્શન મોડમાં આવી હતી અને વાનીને શોધવા માટેના ચક્રો ગકતિમાન કર્યા છે.