પાડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે હડકંપ મચી ગયો છે. દેશભરમાં 28 સ્થાનો પર શંકાસ્પદ પેકેટ મળ્યા છે. કાઠમંડૂના કીર્તિપુર અને જવાલાખેલમાં પણ બે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. પરંતુ તેમા કંઈ ન હતું.
નેપાળ પોલીસના પ્રવક્તા વિશ્વરાજ પોખરેલે કહ્યુ છે કે કોઈપણ પેકેટમાં બોમ્બ ન હતા. ડર પેદા કરવા માટે આ પેકેટ રાખવામાં આવ્યા હતા. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
શંકાસ્પદ પેકેટ મળવાની આ ઘટના એવા સમયે સામે આવી છે કે જ્યારે કેટલાક દિવસ પહેલા જ નેપાળના નાયબ વડાપ્રધાન ઈશ્વર પોખરિયાલે કહ્યુ હતુ કે શ્રીલંકામાં 21 એપ્રિલે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલાએ સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો છે કે દક્ષિણ એશિયામાં નવા પ્રકારના આતંકવાદનો ખતરો પાંગરી ચુક્યો છે.
નેપાળના સંરક્ષણ પ્રધાનનુ પદ સંભાળી રહેલા પોખરિયાલે કહ્યુ છે કે નેપાળી સરકાર વિચારે છે કે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંદર્ભોમાં આતંકવાદની આ જટલિ ઘટનાને સમજવી ઘણી મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યુ છે કે અમે એ પણ વિચારીએ છીએ કે આતંકવાદનો સામનો કરવા માટે આપણે દુનિયાભરના પોતાને દોસ્તોના અનુભવોથી અને સૌની પાસેથી શીખવાની જરૂરત છે. પોખરિયાલે આતંકવાદની સમસ્યાનો સામનો કરવા માટે ઘરેલુ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ કરવા પર ભાર મૂક્યો છે.
તેમણે કહ્યુ છે કે આ સદીમાં, ઘણાં સુરક્ષાલક્ષી ખતરા અપરંપરાગત છે. તે ન તો રાષ્ટ્રીય સીમામાં બંધાયેલા છે અને ન તો તેને સામાન્ય યુદ્ધની જેમ નિપટાવી શકાય છે. માનવતા અને વૈશ્વિક સુરક્ષાને પડકારનારા આ ખતરામાં સૌથી મોટો ખતરો આતંકવાદનો છે. પ્રધાને એમ પણ કહ્યુ છે કે બદલાયેલા સુરક્ષા વાતાવરણ પર પ્રકાશ નાખવા માટે નેપાળ સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા નીતિ રજૂ કરી છે.