Site icon Revoi.in

સ્વચ્છતા હી સેવા અભિયાન: રાજ્યના શહેરી વિસ્તારોમાંથી 316 ટન કચરાનો નિકાલ કરાયો

Social Share

અમદાવાદ: રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે.
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકે સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86 હજાર 283 કલાકનું શ્રમદાન કર્યું. તેમજ કુલ બે હજાર 350 વધુ કચરો ધરાવતા સ્થળોની પણ સફાઇ હાથ ધરવામાં આવી.. જ્યારે કુલ એક હજાર 873 મુખ્ય રસ્તાઓ, 751 બજાર વિસ્તાર, બે હજાર 823 વ્યવસાયિક વિસ્તાર, પાંચ હજાર 272 રહેણાંક વિસ્તારમાં સફાઇ હાથ ધરવામાં આવી..

વધુમાં, આ ઝુંબેશ હેઠળ કુલ એક હજાર 447 જાહેર શૌચાલયની સફાઇ કરવામાં આવી.. તેમજ કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામે સામૂહિક સફાઈ અભિયાન યોજાયું. આ કાર્યક્રમમાં ગામના સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ મેડિકલ કેમ્પ યોજી સફાઈ કર્મીઓના સ્વાસ્થ્યની દરકાર કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લાના માંડવીની સખી મંડળની બહેનોએ માનવ સાંકળ બનાવીને લોકોને એકસાથે સ્વચ્છતાના મહાઅભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પણ માનવ સાંકળ રચીને સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનો સંદેશો આપ્યો હતો. પંચમહાલ ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ રોડની બહાર તથા હોસ્પિટલની અંદર તેમજ આસપાસના રોડની સાફ સફાઇ કરવામાં આવી હતી. ગોધરા કોર્ટ પરીસરમાં ન્યાયાધીશ, બાર મંડળના વકીલો, સરકારી વકીલો, સહિતના લોકો સ્વચ્છતા ઝુંબેશમાં જોડાય હતા. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા તેમજ મોતીપુરા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કરાઈ તો બહુચરાજી ખાતે બહુચર માતાજીના મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે આવેલી સારિયા ફળિયા વર્ગ શાળામાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકાઓમાં રાત્રિ સફાઇ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના સરોડી ગામે જાહેર સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.. આ તકે દુકાનદારો, વેપારીઓ તથા સ્થાનિકોને કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું..
અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે વિવિધ સ્થળો પર સ્વચ્છતા અંગે જાગૃતિ લાવતાં સેલ્ફી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા.. અમદાવાદ જીલ્લાના ધોળકાના ઇંગોલી અને ચંડીસર ગામે સાફ સફાઇ કરવામાં આવી.. પાટણ ખાતે પણ સ્વચ્છતા સેલ્ફી પોઇન્ટ બનાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા સર ટી. હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું.